અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/એક બપોરે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એક બપોરે|રાવજી પટેલ}} <poem> મારા ખેતરને શેઢેથી ’લ્યા ઊડી ગઈ સ...")
 
No edit summary
 
Line 21: Line 21:
{{Right|(અંગત, પૃ. ૧)}}
{{Right|(અંગત, પૃ. ૧)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુમન શાહ/વિમાન કાગળનાં | વિમાન કાગળનાં]]  | વહેલી સ્હવારનો રોજ ઉડાડું છું વિમાન કાગળનાં...]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/ઢોલિયે | ઢોલિયે]]  | અમે અજાણ્યા ક્યાં લગ રહેશું? ]]
}}

Latest revision as of 10:49, 23 October 2021


એક બપોરે

રાવજી પટેલ

મારા ખેતરને શેઢેથી
’લ્યા ઊડી ગઈ સારસી!
મા,
ઢોચકીમાં છાશ પાછી રેડી દે.
રોટલાને બાંધી દે,
આ ચલમની તમાકુમાં કસ નથી;
ઠારી દે આ તાપણીમાં
ભારવેલો અગની.
મને મહુડીની છાંય તળે
પડી રહેવા દે.
ભલે આખું આભ રેલી જાય,
ગળા સમું ઘાસ ઊગી જાય,
અલે એઈ
બળદને હળે હવે જોતરીશ નઈં…
મારા ખેતરને શેઢેથી —
(અંગત, પૃ. ૧)