અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/હેલ્લારો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હેલ્લારો|રમેશ પારેખ}} <poem> આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ ફરે મેદા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૧૫૫)}} | {{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૧૫૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = દરિયો રે... દરિયો ઝૂલે... કે ઝૂલે... | |||
|next = ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ | |||
}} |
Latest revision as of 12:02, 23 October 2021
હેલ્લારો
રમેશ પારેખ
આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ ફરે મેદાન વચ્ચે હેલ્લારો
આ સવારના રેલાઓ લૈ ટેકરીઓ દોડે પાન વચ્ચે હેલ્લારો
આ ઇત્તો ઇત્તો હેલ્લારો
આ ચાંપપલીતો હેલ્લારો
આ સરખેસરખી કળીઓ રમતી સમણું સમણું હેલ્લારો
આ ખર્યા પાનનું ખરવું લાગે નમણું નમણું હેલ્લારો
આ સૂંડે સૂંડે હેલ્લારો
આ ઊંડે ઊંડે હેલ્લારો
કોઈ હાથ દઈને રોકો : આવ્યો ધસમસ ધસમસ હેલ્લારો
આ બૂડી જવાનો મોકો આવ્યો ધસમસ ધસમસ હેલ્લારો
એક તારામાં કાંકરી હેલ્લારો
એક મારામાં કાંકરી હેલ્લારો
આ છાતીમાંથી કોની કાંકરી દડી પડી આ પાન વચ્ચે હેલ્લારો
આ કોની કાંકરી ઝાકળ ઝાકળ થઈ જડી મેદાન વચ્ચે હેલ્લારો
આ દડી પડ્યાનો હેલ્લારો
આ જડી પડ્યાનો હેલ્લારો
આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ ફરે મેદાન વચ્ચે હેલ્લારો
આ સવારના રેલાઓ લૈ ટેકરીઓ દોડે પાન વચ્ચે હેલ્લારો
(છ અક્ષરનું નામ, પૃ. ૧૫૫)