અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/વૃક્ષસંવનનાર્થીનું ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વૃક્ષસંવનનાર્થીનું ગીત|રમેશ પારેખ}} <poem> સાવ રે સુક્કા ઝાડ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|૧૩-૮-’૭૪/સોમ}} | {{Right|૧૩-૮-’૭૪/સોમ}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =ફાંસી પહેલાંની ઇચ્છા | |||
|next = નીકળે | |||
}} |
Latest revision as of 12:05, 23 October 2021
વૃક્ષસંવનનાર્થીનું ગીત
રમેશ પારેખ
સાવ રે સુક્કા ઝાડને જોઈ થાય કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉં
કોઈ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના (અંગત) કાગળો ફેંકી જઉં
મેળામાં ખોવાઈ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું
સાવ રે સુક્કા ઝાડને જોઈ થાય કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
ડાળીએ કાબર કાગડા પોપટ વાયરા જેવું આવવું-જવું આવવું-જવું થાઉં
ઝાડ પરોવી લઉં મારામાં એક લીલાકુંજાર દોરે હું ઝાડમાં પરોવાઉં
પંડના જણ્યા જીવને જેવો પહેલવારુકો અડકે માનો હાથ—એવું હું ઝાડને અડું.
સાવ રે સુક્કા ઝાડને જોઈ થાય કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું.
૧૩-૮-’૭૪/સોમ