અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ફિલિપ ક્લાર્ક/ગીત (પાદર તળાવ…): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગીત (પાદર તળાવ…)|ફિલિપ ક્લાર્ક}} <poem> પાદર તળાવ ઘેઘૂર વડલાની...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
{{Right|(કવિતા, એપ્રિલ-મે)}} | {{Right|(કવિતા, એપ્રિલ-મે)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યૉસેફ મેકવાન/પડછાયો | પડછાયો]] | વાડ કૂ્દીને તડકો આયો :]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ફિલિપ ક્લાર્ક/— (પાસમાંયે પ્રેમથી…) | — (પાસમાંયે પ્રેમથી…)]] | પાસમાંયે પ્રેમથી, રાખ્યાં હતાં; ]] | |||
}} |
Latest revision as of 12:19, 23 October 2021
ગીત (પાદર તળાવ…)
ફિલિપ ક્લાર્ક
પાદર તળાવ ઘેઘૂર વડલાની ઼ડાળ
કોઈ મારામાં હીંચકાઓ ખાય છે;
લાગણીનું લખલખું એવં આવી જાય કે,
ના કહેવાય કે શું શું થાય છે
કોઈ મારામાં હીંચકાઓ ખાય છે.
ઓતરા ચીતરાના ઝીંકાતા તાપ,
હું તો પરસેવે રેબઝેબ થાતી
આયના સામે જતાં ગભરાતી એવી
કે ખુદમાં હું ખુદ ના સમાતી
એક પા ઊભી છે ઉંબરાની મરજાદ
બીજી પા સાદ સંભળાય છે
કોઈ મારામાં હીંચકાઓ ખાય છે.
અમથી લગરીક આડી પડું ને મને
સાંભરણની શરણાઈયું ઘેરતી
આંખમાં ઝૂરે અંજન અણસારના,
ઓરડે હું ઉદાસીઓ ઊછેરતી
ઝોકું આવું જાય કે ખાલી ચડી જાય કે
અમથીય અંગડાઈ આવી જાય છે
કોઈ મારામાં હીંચકાઓ ખાય છે.
(કવિતા, એપ્રિલ-મે)