અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીતા રામૈયા/પહેલે વરસાદે, રાજ…: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પહેલે વરસાદે, રાજ…|નીતા રામૈયા}} <poem> પહેલે વરસાદે, કેમ કરી પ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Right|(દાખલા તરીકે સ્ત્રી, ૧૯૯૪, પૃ. ૩૭)}} | {{Right|(દાખલા તરીકે સ્ત્રી, ૧૯૯૪, પૃ. ૩૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શ્યામ સાધુ/દરવાજો ખોલ | દરવાજો ખોલ]] | અંદરથી પૂર ઊમટ્યું છે દરવાજો ખોલ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/મૃત્યુ — એક સરરિયાલિસ્ટ અનુભવ | મૃત્યુ — એક સરરિયાલિસ્ટ અનુભવ ]] | ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા ]] | |||
}} |
Latest revision as of 12:25, 23 October 2021
પહેલે વરસાદે, રાજ…
નીતા રામૈયા
પહેલે વરસાદે, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ;
ઊભા રહો તો, રાજ, આંખ ભરી જોઈ લઉં
વાદળ ને વીજના રુઆબ.
વહેલી સવારથી ઘેરાયું આભ અને
આભમાં વરતાયું આષાઢી કહેણનું
વણછૂટ્યું બાણ;
ઊભા રહો તો, રાજ, માણી લઉં બે ઘડી
આકાશી રાજનાં લહાણ;
પહેલે વરસાદે, રાજ, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ.
વહેતી હવાને ચડે મઘમઘતું ઘેન અને
આભથી વછૂટે કેવાં મેઘભીનાં વેણનાં
રૂમઝૂમતાં વહેણ;
ઊભા રહો તો, રાજ, પછી લઉં કાનમાં
વરસાદી કેફની બે વાત;
પહેલે વરસાદે, રાજ, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ.
(દાખલા તરીકે સ્ત્રી, ૧૯૯૪, પૃ. ૩૭)