અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/સભર સુરાહી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સભર સુરાહી|રાજેન્દ્ર શુક્લ}} <poem> સભર સુરાહી, લલિત લચક કટિ, ::...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
{{Right|(કાવ્યકોડિયાં : સંપુટ-૨, પૃ. ૫૯-૬૦)}} | {{Right|(કાવ્યકોડિયાં : સંપુટ-૨, પૃ. ૫૯-૬૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =ભજનગીતિ | |||
|next =બારમાસી ગઝલ (સાજન) | |||
}} |
Latest revision as of 13:01, 23 October 2021
સભર સુરાહી
રાજેન્દ્ર શુક્લ
સભર સુરાહી, લલિત લચક કટિ,
કોમલ-સ્કંધા ગઝલ,
વનવન ભમતાં મિલત
અતર્કિત યોજનગંધા ગઝલ.
લખચોરાસી લખત લખત
ચખ વેધત રે લખ સકલ,
અલખ અલખ ગિરનારી ગાજે
નિત પડછંદા ગઝલ,
ચાક ગરેબાઁ, બેબાક દિશા,
દામન દર દર ઊડે,
અષ્ટ પાશ આકાશ ઉડાવત
ત્રુટિતફંદા ગઝલ.
સાઁસઉસાઁસ ચલાવત છૂવત
ઝિલમિલ સાતોં ગગન,
વિહઁસ વિહઁસ કરતાલ નચાવત
ગાવત બંદા ગઝલ.
કઁહ લગ રૂઠો, માન કરો અતિ,
મુખ મચકોડો અલગ,
સૂર મિલાવી ગાઓ પ્રિયજન
સત્િચત્નંદા ગઝલ.
(કાવ્યકોડિયાં : સંપુટ-૨, પૃ. ૫૯-૬૦)