અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/વ્યાકુલકથા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વ્યાકુલકથા|રાજેન્દ્ર શુક્લ}} <poem> આ બધું અંગત કશું કોનું થવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(૨૯ જાન્યુ. ૧૯૯૦)}} | {{Right|(૨૯ જાન્યુ. ૧૯૯૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =બારમાસી ગઝલ (સાજન) | |||
|next =તું બધું જાણે, સજન! | |||
}} |
Latest revision as of 13:03, 23 October 2021
વ્યાકુલકથા
રાજેન્દ્ર શુક્લ
આ બધું અંગત કશું કોનું થવા વ્યાકુલ બને,
આટલું ઉત્સુક બને નભ ને હવા વ્યાકુલ બને!
આગમનની કોઈ એંધાણી નથી ક્યાંયે છતાં—
કોણ જાણે કેમ આજે નેજવાં વ્યાકુલ બને!
વેદનાની વાતનો આ તો હજી આરંભ છે,
દર્દ પૂરું ઊઘડે જો તો દવા વ્યાકુલ બને!
શ્વાસ વર્ણવજો તમે વ્યાકુલકથા એવી રીતે,
એક ક્ષણમાં એ સ્વયં અહીં આવવા વ્યાકુલ બને!
શ્વાસ વર્ણવજો તમે વ્યાકુલકથા એવી રીતે,
એક ક્ષણમાં એ સ્વયં અહીં આવવા વ્યાકુલ બને!
ઓ પ્રતીક્ષાની પરાકાષ્ઠા, અડકજો એવું કે—
કંકણા, મંજુસ્વના, નૂપુરરવા વ્યાકુલ બને!
(૨૯ જાન્યુ. ૧૯૯૦)