અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/કવિતા વિશે કવિતા (૩): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 27: Line 27:
જાતને ઉગાડવાને.
જાતને ઉગાડવાને.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = કવિતા વિશે કવિતા (૨)
|next = કવિતા વિશે કવિતા (૪)
}}

Latest revision as of 12:53, 26 October 2021


કવિતા વિશે કવિતા (૩)

દિલીપ ઝવેરી

(૩)

પાણીની જેમ ઊગે છે
આ દેહનાં પોલાણોમાં રાતી આગ થઈ ભડકતા લોહીમાં
મૂળિયાં ફેલાવી
પાંદડી જેમ બીડેલી પાંપણો વચ્ચે ઊઘડી ઊભરાય છે
પારદર્શક–લીલાં ખેતરોમાં વહી આવતા વાળમોકળા વાયરાની જેમ
પડઘા રેલાવવા અવાજ થઈને ઊછળતા સમુદ્રને કણકણમાં છાતીએ
વળગાડી
ખડકાળ સાથળો હોઠ લસરી જતી રેતીના થબકારાની જેમ
બદામી ટેકરીઓ પર થથરતે હેઠ કાંપતા કામાતુર તડકાની જેમ
એક એક ટીપું જેમ વરસાદ થવા જાય
પળ પળ જેમ સમય
સળવળાટ જેમ ગર્ભ
તેમ ખળભળાટ કરતા અક્ષર
શબ્દો થઈ ઊપજવા છલકાય છે
ત્યારે બેબાકળા ગળી પડનારા કવિને
સાન કરે છે
કવિતા
પાણી થઈ જતા કાગળ પર
પાણી જેમ અંકાતી શાહીની
પાણીદાર લિપિમાં પોતાનું ઓગળતું નામ ભૂંસીને
પાણીમાં ઊંડાં મૂળિયાં રોપી વીજળીવત ઊગતા લોહીની જેવી સાચોસાચ
જાતને ઉગાડવાને.