અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મફત ઓઝા/છેલ્લું સ્ટેશન: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છેલ્લું સ્ટેશન|મફત ઓઝા}} <poem> છેલ્લું સ્ટેશન આવવાની પ્રતીક્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(અપ-ડાઉન, ૧૯૮૪, પૃ. ૧૧)}} | {{Right|(અપ-ડાઉન, ૧૯૮૪, પૃ. ૧૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =ઓઢી શકાય તો... | |||
|next =મારા અસલી રંગનું ગીત | |||
}} |
Latest revision as of 11:42, 27 October 2021
છેલ્લું સ્ટેશન
મફત ઓઝા
છેલ્લું
સ્ટેશન આવવાની પ્રતીક્ષામાં
બારીનો કાચ ઊંચો કરી
થાંભલા ગણ્યા કરું છું.
એક પછી એક
પ્લૅટફૉર્મ આવતાં જાય છે
પણ એમાંનું એકેય પરિચિત નથી.
મને ખબર છે
છેલ્લું સ્ટેશન આવતાં પહેલાં
નદી આવે છે
લાલલીલી ઝંડીઓ ફરકે છે
પણ
રંગ ઓળખવાનું હું ભૂલી ગયો છું
ને
ભૂલી ગયો છું છેલ્લા સ્ટેશનનું નામ.
(અપ-ડાઉન, ૧૯૮૪, પૃ. ૧૧)