અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/ફળિયે ફૉરી દાડમડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ફળિયે ફૉરી દાડમડી|મનોહર ત્રિવેદી}} <poem> ફળિયે ફૉરી દાડમડી ન...")
 
No edit summary
 
Line 22: Line 22:
નીરથી આછી રાત ઊગશે ઊંઘમતીને તીર કે વાંકો ડોલરિયો
નીરથી આછી રાત ઊગશે ઊંઘમતીને તીર કે વાંકો ડોલરિયો
</poem>
</poem>
{{HeaderNav2
|previous =આણાતના અભાવનું ગીત...
|next = મોસમનો પહેલો વરસાદ
}}

Latest revision as of 11:54, 27 October 2021


ફળિયે ફૉરી દાડમડી

મનોહર ત્રિવેદી

ફળિયે ફૉરી દાડમડી ને દાડમડીનાં ફૂલ કે વાંકો ડોલરિયો.
ફૂલની ઊઘડી આંખ :
આંખની ઝલમલ ઝલમલ ઝૂલ કે વાંકો ડોલરિયો.

પગમાં ઊડશે સીમડી કાંઈ સીમે સૂકું ઘાસ કે વાંકો ડોલરિયો
છતાં તમારે હોઠે ફરક્યો ભીનો ચૈતર માસ કે વાંકો ડોલરિયો

વનવગડામાં વાડિયું એક વાડી લચકાલોળ કે વાંકો ડોલરિયો
પાણી સીંચશે પાતળિયો સખી ન્હાશે માથાબોળ કે વાંકો ડોલરિયો.

અડખેપડખે કેડિયુંમાં ઊંચા-નીચા ઢાળ કે વાંકો ડોલરિયો
પછવાડેના ઓરડે કોણ ગૂંથશે સૈયર વાળ કે વાંકો ડોલરિયો

આગળપાછળ આંગણું ને વચાળ ઊભું ઘર કે વાંકો ડોલરિયો
ઘરહીંડોળે ઝૂલે સખી ને હૈડે રાજકુંવર કે વાંકો ડોલરિયો

ગામ ગોંદરે તલાવડી ને તલાવડીમાં નીર કે વાંકો ડોલરિયો
નીરથી આછી રાત ઊગશે ઊંઘમતીને તીર કે વાંકો ડોલરિયો