અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગીતા નાયક/બસ હવે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બસ હવે|ગીતા નાયક}} <poem> પાંચીકા અધ્ધર ઉછાળી દીધા તે અધ્ધર જ ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 30: | Line 30: | ||
{{Right|(વહી, જાન્યુ.-મે.-સપ્ટે.)}} | {{Right|(વહી, જાન્યુ.-મે.-સપ્ટે.)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભરત નાયક/માણસ | માણસ]] | નથી ગડ બેસતી કોણ આ માણસઃ ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોપાલ શાસ્ત્રી/સાગરની જેમ | સાગરની જેમ]] | સાગરની જેમ કોઈ ઘૂઘવતું નથી હવે ]] | |||
}} |
Latest revision as of 12:19, 27 October 2021
બસ હવે
ગીતા નાયક
પાંચીકા અધ્ધર ઉછાળી દીધા
તે અધ્ધર જ રહી ગયા!
આંગણાની ઉઝરડાયેલી ધરતી
દૂરનાં દૂર રહી ગયાં પાણી
છોડવાને ભરખી જતી જીવાત
સૂકાં ડાળ-ડાંખળાં ઊખડેલી મહેંદીની વાડ
ચિમળાયેલા તુલસીક્યારે
ભાંગેલી માટીની દીવી
એટલામાં જ ક્યાંક ધરબાઈ ગયેલી ઝાંઝરની જોડ
માટીમાં માટી બની ગયેલા રણકાર!
બહુ થયું,
બસ હવે.
હવે તો ફરીથી ખેડી છે
સૂર્યસળીએ આંગણાંની ધરતી
મન મૂકી વરસશે વરસાદ
ઝીણેરાં તૃણાંકુરોથી મહેકશે સવાર
હીરાકણી સરીખો તડકો ઝિલાશે મહેંદીએ
ફરીથી દેવભૂમિ થાશે તુલસીક્યારા
દુરિતને નિકટ ફરવાની આણ
જડી ગઈ પેલી ઝાંઝરની જોડ
સાબુદ બજશે એના રણકાર!
હવે પાંચીકા તારલા થયા
ખોબલે ખોબલે મબલક ઢોળાય.
(વહી, જાન્યુ.-મે.-સપ્ટે.)
←