અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/મારે તો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
MeghaBhavsar (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 29: Line 29:
{{Right|તા. ૦૧.૦૬.૨૦૧૬ (સવારે, ૫.૦૦)}}
{{Right|તા. ૦૧.૦૬.૨૦૧૬ (સવારે, ૫.૦૦)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =તું: કવિતા
|next =તું...
}}

Latest revision as of 09:46, 28 October 2021


મારે તો

મણિલાલ હ. પટેલ

મારે તો માટી થવું હતું
બીજ બનીને ઊગવું હતું
મ્હોરીને મ્હેકવું હતું
ખેતરમાં મૉલ બનીને
શીખવું હતું સહન કરતાં —
વૃક્ષ થઈને, ભણવી હતી ઋતુઓ...

પહાડોવનો કોતર કરાડો
ખૂંદવા હતાં ઝરણું થઈને
ગાવું હતું પ્રેમનું ગીત —
પંખી થઈને, — આંબવું હતું આકાશ...

કૂંપળ કળી ને પુષ્પ થવું હતું
સુગંધિત પવન થઈને
પહોંચવું હતું નક્ષત્રલોકમાં
વર્ષા બનીને વરસવું હતું
તરસી તરડાયેલી ધરતી પર
મ્હેક થઈને મટી જવું હતું ઘડીક...

જરીક જંપી જવું હતું
પતંગિયું થઈને પુષ્પની ગોદમાં...
ને તેં મને માણસ બનાવ્યો?!
અરે અરે... મને પૂરેપૂરું —
ચાહતાં ય ક્યાં આવડે છે હજી...?!
તા. ૦૧.૦૬.૨૦૧૬ (સવારે, ૫.૦૦)