અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક સોમેશ્વર/માટી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માટી|રમણીક સોમેશ્વર}} <poem> આંગણામાં સુકાઈ રહ્યું છે એક વૃક્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 83: | Line 83: | ||
ઊડે... | ઊડે... | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક સોમેશ્વર/ભીની વાત | ભીની વાત]] | આપો કટકો કાગળ આપો લેખણ રે]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રફુલ્લા વોરા/ઠેસ... | ઠેસ...]] | અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ, ]] | |||
}} |
Latest revision as of 10:43, 28 October 2021
રમણીક સોમેશ્વર
આંગણામાં
સુકાઈ રહ્યું છે એક વૃક્ષ
પાંદડાં વિનાનાં એનાં ડાળાં-ડાખળાં
થતાં જાય છે જરઠ-બરઠ
છેક ભીતરથી
કોરે છે એને કશુંક
મૂળિયાં સુધી
પહોંચી છે એની અસર
પાણી પાઉં કે પંપાળું
તોય આવતી નથી ભીનાશ.
કઠણ થઈ છે માટી
ને પાણી ઊતરતું નથી
સપાટીથી નીચે
પુરાઈ ગયાં છે છિદ્રો
હવા-પાણીના આવાગમનનાં.
ઊંધમૂંધ બેઠો છું
ખોતરતો માટીને
ખોતરતાં ખોતરતાં જાણે
ઉલેચું છું આકાશ
ખોતરું
આંગળીઓથી માટી
ને
મસ્તકથી આકાશ
ચક્રવાત થઈ
ચડું
ઊતરું
ફંગોળાતો
અવકાશમાં.
વીંઝાય સબોસબ
ત્રિકમ-કોદાળી-પાવડા
ખોદાય માટી
થાય બધું તળેઉપર
થોડી નવી માટી
થોડું ખાતર
પવન અને પાણી
ધરતીનો ભેજ
આકાશનું તેજ
થતા રહે ભેળાં
બદલતું જાય બધુંયે પોત
ફૂટે બીજાંકુરો
વહી આવે પંખી
માટીના સ્મિત સમાં તરણાં
ટહુકાને તાંતણે
ગૂંથાતા રહે માળા
ચાસ-ઘાસ
પુષ્પ-ફળ-ધન-ધાન્ય
વૃક્ષો-વનો
ઝરણ-નદ-નદીઓ
પહાડ-ખીણ-મેદાનો
ગ્રામ-નગર
તોતિંગ મિનારા...
રચાતી રહે સૃષ્ટિ
ફરી ફરી
ખોદાતી માટી
વૃષ્ટિ-પૂર-પ્રકંપ-મરુતો-તાંડવ
ફરી ફરી
ખળભળે સમુદ્રો
ઊંચકાય હિમાલયો
જીવંત થાય જ્વાળામુખો
ફરી હળ
ફરી જળ.
આંગણાના ક્યારામાં
મહોર્યું છે એક વૃક્ષ
વૃક્ષને થડિયે માંડું કાન
ઝીલું ધબકાર
પામું
રેષાએ રેષાએ
સંખ્યાતીત વૃક્ષો
પર્ણે પર્ણે નયનો
પુષ્પ-પાંદડીએ મહેકે
મૂળ ભૂમિની મટી
માટીમાં ખૂંપેલી મારી કાય
વૃક્ષની ટગલી ડાળે
ફૂટેલી કૂંપળમાં રચ પચ
પાંખોનો ફફડાટ બનીને
ઊડે...