અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/વ્હાલેશરીનાં પદો ૧૦ (કીધાં કીધાં કીધાં...): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વ્હાલેશરીનાં પદો ૧૦ (કીધાં કીધાં કીધાં...)|હરીશ મીનાશ્રુ}} <poe...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
લેહ થકી લંપટ તે દાણ અનોપમ લીધાં દીધાં રે | લેહ થકી લંપટ તે દાણ અનોપમ લીધાં દીધાં રે | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = વ્હાલેશરીનાં પદો ૬ (ટહેલ નાખી...) | |||
|next =વ્હાલેશરીનાં પદો ૧૨ (જુવતીજન...) | |||
}} |
Latest revision as of 11:22, 28 October 2021
વ્હાલેશરીનાં પદો ૧૦ (કીધાં કીધાં કીધાં...)
હરીશ મીનાશ્રુ
કીધાં કીધાં કીધાં વ્રજમાં વિપરીત કૌતક કીધાં રે
એકલડા વહાલેશરીને અબળાએ લૂંટી લીધા રે
દહીંદૂધનાં માટ ઠાલવી ઠાલાં શિર પર ધાર્યાં રે
મહી ઊભરાયાં હોય એહવાં કપટ કરી શણગાર્યાં રે
કંચવાની કસ કસી, તસોતસ મદનમનોરથ ભીડી રે
મહિયારણ રણઝણતી હરિનો મદ હણવાને હીંડી રે
સાધે સાધે સાધે લલના લાગ લીલાનો સાધે રે
ભરવાડાના ભાણેજડાને ગોરસગ્રાસ ન લાધે રે
મૃગનયણી મોહનને અવળી દાણ માંગતી વળગી રે
રઢ લીધી તે રઢિયાળાંથી ક્ષણુ ન રેહેતી અળગી રે
વેણુસોતાં અધર વળી પદરેણુસોતાં તળિયાં રે
ચુંબન ને આલિંગનસોતાં પિયુ માગ્યા પાતળિયા રે
પીધાં પીધાં પીધાં તે રસ અરસપરસનાં પીધાં રે
લેહ થકી લંપટ તે દાણ અનોપમ લીધાં દીધાં રે