અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યજ્ઞેશ દવે/કોચીનું ડચ કબ્રસ્તાન: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કોચીનું ડચ કબ્રસ્તાન|યજ્ઞેશ દવે}} <poem> કેમ? કેમ? ના પાડ્યા છત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 110: | Line 110: | ||
{{Right|પરબ, માર્ચ}} | {{Right|પરબ, માર્ચ}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગીરથ બ્રહ્મભટ્ટ/ગીત પૂર્વેનું ગીત | ગીત પૂર્વેનું ગીત]] | અમે અમારી અંદર સૂના સૂનકારે લય જાગ્યો રે ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યજ્ઞેશ દવે/ત્રણ ચિલિકા-ચિત્રો, ૧. સીમાંકન | ત્રણ ચિલિકા-ચિત્રો, ૧. સીમાંકન ]] | તરતી, જળે ઝૂલે ઝૂલતી હિલોળે હીંચતી ]] | |||
}} |
Latest revision as of 12:17, 28 October 2021
યજ્ઞેશ દવે
કેમ?
કેમ? ના પાડ્યા છતાંય જિદ્દી છોકરાની જેમ
પાછળ પાછળ સાથે આવે છે
હોટલના કૉઝી એ.સી. રૂમમાં,
ફ્લાઇટમાં,
અમદાવાદ થઈ વડોદરામાં,
મારા પોતાના રૂમમાં
ભૂલી જવાશે તેમ જે ધારેલું
તે કોચીનું ‘ડચ કબ્રસ્તાન’!
રસ્તા પર ‘સેંટ ફ્રાંસીસ ચર્ચ’ની સાથે
‘ડચ સિમેટરી’નું સાઇનબૉર્ડ અને એરો,
મેઇન રોડ પરથી વળાંક લેતા રસ્તે આવે સાથે
ત્યાંથી ડાબે-જમણે શેરીએ શેરીએ
એ સાઇનબોર્ડ વડીલ જેમ બાળકને લઈ આવે આંગળી પકડીને તેમ
લઈ આવે અહીં
બરોબર આંધળીગલીના છેવાડે
– તે જ સ્થળે
કોઈ પણ કાળે.
નાનકડા કબ્રસ્તાનના ઝાંપે
લટકે છે મોટું તાળું
કટાયેલું.
વરસોથી માર્યું હશે.
હવે તો ચાવી લાગે પણ નહીં.
કદાચ તોડવું જ પડે હવે.
સમુદ્રકાંઠે
ચાઇનીઝનેટની જાળ ઝંઝાળ
પાછળ
ફૉસ્ફરસના ભૂકા જેવા સળગતા તડકાની ઝાકમઝોળ.
ચળકતો સાગરકાંઠો
નારિયેળીમાંથી સૉરાતો કરુણ પવન
દૂર મૌન સરતી જતી હોડી
બધું એવું જ
જેવું કદાચ દફન સમયનું
– સત્તરમી
– અઢારમી ઓગણીસમી
કે
વીસમી સદીનું.
આ ડચ લોકો —
ન તેઓ વાસ્કો-દ-ગામાની જેમ પહેલવહેલા આવેલા
કે
ન તેઓ અંગ્રેજોની જેમ છેલ્લે ગયેલા.
આ ડચ લોકો
તો
બચારા વચ્ચેના
જીતેલા, જિતાયેલા, હારેલા.
– ભુલાવા સર્જાયેલા.
ગયા કેટલાક દેશ – પાછા.
સદ્નસીબ હતા તે
કેટલાક રહી ગયા અહીં – પરદેશમાં – આ કાબરોમાં.
આ કબરો વાસ્કો-દ-ગામાની નથી
કે જેના અસ્થિ અહીંથી ખોદી કાઢી
ફરી માનભેર દફનાવાય પોતાની ભૂમિમાં.
આ મૃતકો માટે
તેમના અસ્થિઓ માટે
તો
આ કબરો જ
ઘરથી દૂરનું ઘર.
મરણ સમયે યાદ આવ્યું હશે પોતાનું હોલેન્ડ?
ર્હાઇનનો કાંઠો, પવનચક્કીઓ,
ને ટ્યુલિપનાં ખેતરો?
આમ્સ્ટરડામ રોટરડામ કે પોતાનું ગામ?
કોની હશે આ કબરો?
ઍડમિનિસ્ટ્રેટરની, ગવર્નેસની
ઑફિસરની, તેની પત્નીની
કે બાળકની?
અંતિમયાત્રા નીકળી હશે
આ પથ્થરજડી શાંત ગલીઓમાં
હશે માત્ર બૂટોનો અવાજ
પડઘાયો હશે ચર્ચબેલનો રણકતો ગંભીર અવાજ
– મરણની ઘોષણા કરતો.
ફરી શાંત ગલીઓમાં બૂટોનો અવાજ.
દે’માર કરતો દક્ષિણનો વરસાદ હશે?
કબરમાં લાલ મટિયાળો રેલો ઊતર્યો હશે?
કે હશે પરસેવે નીતરતો ઉનાળો?
પછી વરસે તિથિએ આવ્યું હશે કોઈ?
ફૂલની છડી કે ધૂપ ધરવા?
વરસાદ અને ભેજભર્યા પવનો
ધોળી કબરોને ઓઢાડે લીલી લીલી ચાદર
ઉનાળે થાય ફરી કાળી.
ફરી લીલી લીલી.
કોની હશે આ કબરો? કોની?
આ કબ્રસ્તાન આમ તો છે નાનું. લગભગ નગણ્ય.
કબરો પણ ખાસ કાળાકારીગરી વગરની, તોય કોઈની અંતિમ વિશ્રાંતિ...
પાછો ઘેર આવું છું
તો ઘરે પૂછે છે ‘શું શું જોયું કોચીમાં?’
‘કેથેડ્રલો, ડચ પૅલેસ, બેટનહાઉસ સિનેગોગની સાથે સાથે
ચેરાઈબીચ, બૅકવૉટર્સ એમ ગણાવું છું એક પછી એક ત્યારેય
ક્યારેય નથી બોલતો ડચ કબ્રસ્તાનનું નામ
પણ
ક્યારેક બાઇક ચલાવતી વખતે,
ઑફિસમાં સહી કરતી વખતે
હસતી વખતે
રાતે સૂતી વખતે
એમ જ ઝબકી જાય છે ડચ કબ્રસ્તાન.
કોની? કોની હશે એ કબરો?
જોકે મરનારનો ક્યાં કશો દાવો હોય છે કશાય પર
છતાં કબરો હોય છે
જ્હૉનની, આઇઝેકની, ઇસાબેલાની કે વિલિયમની.
કોની હશે આ કબરો?
કોની?
પરબ, માર્ચ