અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/આજ તો મને સોળમું બેઠું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આજ તો મને સોળમું બેઠું|યોગેશ જોષી}} <poem> ::આજ તો મને સોળમું બે...")
 
No edit summary
 
Line 29: Line 29:
{{Right|(ગુજરાત, દીપોત્સવી, ૨૦૬૦)}}
{{Right|(ગુજરાત, દીપોત્સવી, ૨૦૬૦)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાબુ સુથાર/ડોશીની વાતો | ડોશીની વાતો]]  | ડોશીને લાગ્યું કે એનો અંત હવે નજીક છે  ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/કિલ્લો (જેસલમેર) | કિલ્લો (જેસલમેર)]]  | એક : અહીં આ આડી લાંબી ટેકરી પર ]]
}}

Latest revision as of 12:46, 28 October 2021


આજ તો મને સોળમું બેઠું

યોગેશ જોષી

આજ તો મને સોળમું બેઠું...
આભ આખુંયે ઊતરી હેઠું, હૈયે પેઠું!

હૈયે મારા દરિયા સાતે
ઊછળે રે લોલ;
મોજાં એનાં આઠમા આભે
પૂગે રે લોલ!
ચાંદો-સૂરજ હાથમાં મારા, કંઈ ના છેટું!
આજ તો મને સોળમું બેઠું...

આજ મારામાં ઘાસ જેવું કૈં
ફૂટતું રે લોલ;
કોણ મારામાં ફૂલ જેવું કૈં
ચૂંટતું રે લોલ!
મેઘ-ધનુ આ પણછ ખેંચી; હૈયે પેઠું!
આજ તો મને સોળમું બેઠું...

લોહીમાં સૂતા નાગ ફૂંફાડા
મારતા જાગે;
ખબકારાયે મેઘની માફક
આજ તો વાગે!
ક્યાં લગ સખી, ઊમટ્યાં વાદળ વેઠું?
આજ તો મને સોળમું બેઠું...
(ગુજરાત, દીપોત્સવી, ૨૦૬૦)