અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/રૂપાન્તર કરી નાખો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રૂપાન્તર કરી નાખો|યોગેશ જોષી}} <poem> પૂનમનો ચંદ્ર તો ખીલ્યો છ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 40: | Line 40: | ||
કવિ નથી થવું. | કવિ નથી થવું. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =મારું આખુંય ઘર | |||
|next =વસંત-પાનખર | |||
}} |
Latest revision as of 12:54, 28 October 2021
રૂપાન્તર કરી નાખો
યોગેશ જોષી
પૂનમનો ચંદ્ર
તો ખીલ્યો છે સોળે કળાએ
પણ
દરિયામાં ભરતી ક્યાં?!
સ્થગિત છે બધાંય મોજાં!
જાણે કોઈએ
કહ્યું ન હોય ‘સ્ટૅચ્યૂ’!
પવન તો ઘણુંયે વાય છે
પણ જરીકે હાલતું નથી
એકેય વૃક્ષનું એકેય પાન!
બીજ તો રોપાયાં છે અસંખ્ય
ખાતર-પાણીનીય કમી નથી રહી
છતાં
અંકુરાતું નથી કશુંય!
વીજ
તો ચમકે છે અવારનવાર
પણ
ક્યાં કોઈ નવરું છે જરીકે
મોતી પરોવવા?
વરસાદ તો
વરસે છે મુશળધાર
પણ
ક્યાં કશુંયે
ભીંજાય છે જરીકે?!
અગ્નિ તો પ્રગટે તો છે
પણ ભડભડતા અગ્નિમાં
બળતું નથી
સૂકું તણખલુંય!
કોઈ આવીને
અહલ્યાની જેમ
મારુંય
રૂપાન્તર કરી નાખો
પથ્થરમાં...
મારે
કવિ નથી થવું.