અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/સખી! મારો સાયબો...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સખી! મારો સાયબો...| વિનોદ જોશી}} <poem> સખી! મારો સાયબો સૂતો ફળિયે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
:: હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢા જાઉં. | :: હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢા જાઉં. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =કૂંચી આપો, બાઈજી! | |||
|next = ને સાહ્યબો આવ્યો નંઈ! | |||
}} |
Latest revision as of 13:09, 28 October 2021
સખી! મારો સાયબો...
વિનોદ જોશી
સખી! મારો સાયબો સૂતો ફળિયે ઢાળી ઢોલિયો
હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં.
એક તો માઝમ રાતની રજાઈ
ધબકારે ધબકારે મારા પંડ્યથી સરી જાય,
એકલી ભાળી પાતળો પવન
પોયણાથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય;
સખી! મારો સાયબો સૂનો એટલો કોના જેટલો
હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પ્હેરવા દોડી જાઉં.
એમ તો સરોવરમાં બોળી ચાંચ
ને પછી પરબારો કોઈ મોરલો ઊડી જાય,
આમ તો પછી ઝૂરતો કાંઠો
એક પછી એક કાંકરી ઝીલી ઝરતો બૂડી જાય;
સખી! મારો સાયબો લાવ્યો અમથો કેવો કમખો
હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢા જાઉં.