અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર પટેલ/સપનાંને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સપનાંને|રાજેન્દ્ર પટેલ}} <poem> <center>(વસંતતિ લકા; સૉનેટ)</center> યુગો...")
 
No edit summary
 
Line 19: Line 19:
તારો જરાક સહવાસ, બને વિસામો.
તારો જરાક સહવાસ, બને વિસામો.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર પટેલ/શ્રી પુરાંત જણસે | શ્રી પુરાંત જણસે]]  | પૃષ્ઠ પર પૃષ્ઠ પલટાવતાં હાથના સઘળા સ્પર્શને]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સંસ્કૃતિરાણી દેસાઈ/એક કવિતા પૂરી કરું છું કે | એક કવિતા પૂરી કરું છું કે]]  | હું જેવી એક કવિતા પૂરી કરું છું કે તે આખો ]]
}}

Latest revision as of 11:19, 29 October 2021


સપનાંને

રાજેન્દ્ર પટેલ

(વસંતતિ લકા; સૉનેટ)

યુગો સુધી સરી જતાં સપનાં વિરામો,
ઊભા રહો ઘડીક, પાસ અહીં નિરાંતે,
ખોયું અમે નજીક જે સઘળું હતું તે.
જોયાં હતાં સહજ સ્વપ્ન સરી જતાં, ને
સંભારણાં ઊકલતાં હળવે હજુ તો,
ત્યાં કાળના લસરકા કરતાં વિશીર્ણ,
પાસે રહ્યા, રઝળતા દિવસો ધખેલા.
બાકી રહી ફક્ત રાત ઉજાગરાની,
થાકેલ કેવળ રહે સૂનકાર સૂનો,
અંધારની અકળ ગાંઠ જરાક ખોલું
ડુબાડતું સ્મરણનું જળ સાવ ઊંડે.
સાથે નથી નજીક ને દૂરનું કશુંયે
તારો જરાક સહવાસ, બને વિસામો.