અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મીનાક્ષી ચંદારાણા/વાચા હજો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વાચા હજો| મીનાક્ષી ચંદારાણા}} <poem> રંગ ગહેરા, ને વળી સાચા હજો,...")
 
No edit summary
 
Line 19: Line 19:
મૌનના પર્યાય શી વાચા હજો.
મૌનના પર્યાય શી વાચા હજો.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સંદીપ ભાટિયા/મારી નીંદરમાં વ્યાપ્યાં અંધારાં | મારી નીંદરમાં વ્યાપ્યાં અંધારાં]]  | મારી નીંદરમાં વ્યાપ્યાં અંધારાં મા મારી પાંપણની..  ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ વ્યાસ/એટલામાં તો | એટલામાં તો]]  | આપણે હજી જાણતાં નથી એકબીજાનું નામ  ]]
}}

Latest revision as of 11:26, 29 October 2021


વાચા હજો

મીનાક્ષી ચંદારાણા

રંગ ગહેરા, ને વળી સાચા હજો,
સાવ માટીના ભલે ઢાંચા હજો.

તાવણે તાવ્યા પછી મળજો ભલે,
શબ્દ ના ઊણા, ન તો કાચા હજો.

દર્દ પણ લયબદ્ધ ગઝલોમાં વહો,
ક્યાંય ના ખૂણા અને ખાંચા હજો.

શબ્દની પોઠ્યું ભરી ઘૂમવું હવે,
સ્થૂળ સરસામાન પણ ટાંચા હજો.

શુભ્ર-સુંદર, લેશ આડંબર રહિત,
મૌનના પર્યાય શી વાચા હજો.