અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખ નારિયા/હવે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હવે|મનસુખ નારિયા}} <poem> હવા ખરીદવી પડે શહેરમાં હવે, લે-વેચ શ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
સત્તા છે મીણબત્તીની અંધેરમાં હવે. | સત્તા છે મીણબત્તીની અંધેરમાં હવે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખ નારિયા/જેવી મળી આ જિદંગી | જેવી મળી આ જિદંગી]] | જેવી મળી આ જિદંગી, તેવી ગમી હતી ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિર્મિશ ઠાકર /આભ નાનું | આભ નાનું]] | આભ નાનું આમ સૃષ્ટિ બધી તમારી છે!]] | |||
}} |
Latest revision as of 11:35, 29 October 2021
હવે
મનસુખ નારિયા
હવા ખરીદવી પડે શહેરમાં હવે,
લે-વેચ શ્વાસની થશે જાહેરમાં હવે.
પ્રસંગો આ શહેરમાં ભૂલી ગયા પછી —
યાદો દટાઈ ગામના ખંડેરમાં હવે.
સાંધી ચલાવવાના પ્રયત્નો તો વ્યર્થ છે —
ફાટી તૂટેલી જિંદગી પહેરમાં હવે.
મેવાડી આંખો છે બધે ઝેરીલી છે નજર
મીરાં જીવી શકે નહીં એ ઝેરમાં હવે.
સૂરજનો અર્થ ઊકલી શક્યો ના એટલે —
સત્તા છે મીણબત્તીની અંધેરમાં હવે.