અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિર્મિશ ઠાકર /તે... નિર્મિશ ઠાકર !: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તે... નિર્મિશ ઠાકર ! | નિર્મિશ ઠાકર}} <poem> અમથો જૈ જે આભ ચડ્યો તે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
{{Right|(એ જ લિખિતંગ, ૧૯૯૦, પૃ. ૨)}} | {{Right|(એ જ લિખિતંગ, ૧૯૯૦, પૃ. ૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =ઘર અશ્રુનું | |||
|next =પુત્રને પહેલી વાર શાળાએ મૂકતી વેળા | |||
}} |
Latest revision as of 12:12, 29 October 2021
તે... નિર્મિશ ઠાકર !
નિર્મિશ ઠાકર
અમથો જૈ જે આભ ચડ્યો તે નિર્મિશ ઠાકર!
પળમાં જૈ પાતાળ પડ્યો તે નિર્મિશ ઠાકર!
ધરતી ને આકાશ અરે ક્ષણમાં ધમરોળી —
ઘરમાં જૈ બેફામ રડ્યો તે નિર્મિશ ઠાકર!
સમણાંની સંગાથ થયેલો આઘો પાછો —
રઘવાયો એ ના જ જડ્યો તે નિર્મિશ ઠાકર!
શર તાણી તૈયાર ખડો લ્યો, શબ્દો કેરાં —
લખતાં લમણાફાડ લડ્યો તે નિર્મિશ ઠાકર!
છટક્યો છંદોમાંય અહો અટક્યો અર્થોમાં!
લયમાં અનરાધાર નડ્યો તે નિર્મિશ ઠાકર!
‘અડકું’ બોલી ખાસ ગયો અંતરને દ્વારે —
બધવાયો, જૈ ના જ અડ્યો તે નિર્મિશ ઠાકર!
ઘડતાં જેને હાય, પ્રભુયે ખાય બગાસાં!
ભ્રમણા લૈ બે-ચાર ઘડ્યો તે નિર્મિશ ઠાકર!
અમથો જૈ જે આભ ચડ્યો તે નિર્મિશ ઠાકર!
પળમાં જૈ પાતાળ પડ્યો તે નિર્મિશ ઠાકર!
(એ જ લિખિતંગ, ૧૯૯૦, પૃ. ૨)