અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણ દવે/ ‘પળી દૂધ ઓછું’ (કવિ શ્રી રમેશ પારેખને શબ્દાંજલિ): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|‘પળી દૂધ ઓછું’ (કવિ શ્રી રમેશ પારેખને શબ્દાંજલિ)|કૃષ્ણ દવ...")
 
No edit summary
Line 47: Line 47:
{{Right|(શબ્દસૃષ્ટિ, જુલાઈ)}}
{{Right|(શબ્દસૃષ્ટિ, જુલાઈ)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વસંત જોષી/જંગલની રાત | જંગલની રાત]]  | ચડતી ઊતરતી ટેકરીઓના ઢોળાવ વચ્ચેથી]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણ દવે/આ સઘળાં ફૂલોને  | આ સઘળાં ફૂલોને ]]  | આ સઘળાં ફૂલોને કહી દો યુનિફૉમમાં આવે  ]]
}}

Revision as of 12:23, 29 October 2021


‘પળી દૂધ ઓછું’ (કવિ શ્રી રમેશ પારેખને શબ્દાંજલિ)

કૃષ્ણ દવે

(કવિ શ્રી રમેશ પારેખને શબ્દાંજલિ)

અક્ષરો હેબતાઈ ગ્યા છે!
ભાષા બેભાન થઈને ચત્તીપાટ પડી છે!
કવિતાને ગળે ડૂમો બાઝી ગ્યો છે!
આખ્ખાયે ગઢમાં સોંપો પડી ગ્યો છે!
અરે બાપુ જેવા બાપુ નીમાણા થઈને બેસી ગ્યા છે!
તે ભગલો ક્યે, બેસે જ ને?
આ તો ધણીનોય ધણી, તે બાપુની શી વિસાત?
સૂરજ ક્યે, આજથી ત્રાંસા ત્રાંસા ઊગવાનું બંધ.
પંખીનું ટોળું ક્યે, આજથી કાવતરાં બંધ.
પાંદડી ક્યે, હવેથી મેણાં મારવાનું બંધ.
છોકરાઓ ક્યે, સીટ્ટી મારવાનું બંધ.
છોકરીયું ક્યે હાથમાંથી રૂમાલ પાડવાનું બંધ.
અને બાપુ ક્યે, ખોંખારો ખાવાનુંય બંધ.

હિબકે ચડેલી કીડીયું ક્યે બાપુ! ઈ પગરખાં
સીવી દે તો હા, નકર ના.
ચંદુભાઈ ક્યે, ગઝબ થઈ ગ્યો, મૂળમાંથી
જ ખરી પડ્યો આપણા ખુશાલીયાનો નહિ —
ગુજરાતી કવિતાનો હાથ.

ટપાલટિકિટમાંથી ગાંધીબાપુ બોલ્યા, ચોંટાડ તું તારે
પાણી ને બદલે થૂંક ચોંટાડ.
આજે તને ગોબરો નહીં કહું, આજે તો
ભલભલાનાં પાણી ઊતરી ગ્યાં છે. મારો વાલીડો
છેતરી ગ્યો, આખ્ખાયે મનપાંચમના મેળાને!

ત્યાં તો અચાનક બાપુ તાડૂક્યા, એલા ભગલા! હાજર
કર અટાણે જ ઓલ્યા ભગવાનને,
ભાગ જ જોતો’તો તો ફાટવું’તું ને મોઢામાંથી!
ટપ્પ દઈને મૂકી દેત, આખું રાજ, લેણિયાત સોતું.
અરે દરદ જ દેવાં’તાં તો ટચકિયાં મોકલવાં’તાં ને!
ખમી ખાત મરદની જેમ!
આ દિલના દરદ બહુ વસમા હો,
ઈ તો થાય એને ખબર પડે!
હું મરી ગયો અંતરીયાળ એમ નહીં, હું કરી
ગયો અંતરિયાળ એમ હવે બોલો.

અરે કવિ! એવાં તે કેવાં ગામતરાં? તે
દીકરીનેય કહેવું પડે કે કાલથી
‘પળી દૂધ ઓછું.’
(શબ્દસૃષ્ટિ, જુલાઈ)