અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણ દવે/આ સઘળાં ફૂલોને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આ સઘળાં ફૂલોને| કૃષ્ણ દવે}} <poem> આ સઘળાં ફૂલોને કહી દો યુનિફૉ...")
 
No edit summary
 
Line 17: Line 17:
:: આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો.
:: આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો.
</poem>
</poem>
{{HeaderNav2
|previous =‘પળી દૂધ ઓછું’ (કવિ શ્રી રમેશ પારેખને શબ્દાંજલિ)
|next =કૃષ્ણ — ૧૯૯૨
}}

Latest revision as of 12:24, 29 October 2021


આ સઘળાં ફૂલોને

કૃષ્ણ દવે

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફૉર્મમાં આવે,
પતંગિયાને પણ કહી દો કે સાથે દફતર લાવે;
મન ફાવે ત્યાં માછલીઓએ આમ નહીં તરવાનું,
સ્વિમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું;
દરેક કૂંપળને કમ્પ્યૂટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું;
આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે;
અમથું કંઈ આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડૉનેશનમાં આખ્ખેઆખું ચોમાસું લેવાનું;
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો.