અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનીષા જોષી/અવાવરુ અંગતતા: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અવાવરુ અંગતતા |મનીષા જોષી}} <poem> એ સ્ત્રી સુંદર છે પણ એના શરી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 38: | Line 38: | ||
{{Right|નવનીત સમર્પણ, નવેમ્બર}} | {{Right|નવનીત સમર્પણ, નવેમ્બર}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =સુખ, અસહ્ય સુખ | |||
|next =અલ્કાત્રાઝનું રસોડું | |||
}} |
Latest revision as of 13:20, 29 October 2021
મનીષા જોષી
એ સ્ત્રી સુંદર છે
પણ એના શરીર પરના સફેદ કોઢનાં નિશાન
મને એના કરતાં પણ વધુ રસપ્રદ લાગે છે.
એ ડાઘ જેટલા ખાનગી તેટલા જ જાહેર.
ગરદન પર, હથેળી પર, હોઠ પર,
નાભિ પાસે, કપાળ પર...
એ ડાઘ એમ ઊપસેલા છે
જાણે કંઈક કહેવા માગતા હોય,
એ સ્ત્રીએ એની અંદર છુપાવી રાખેલાં રહસ્યો
શરીર જાણે જીરવી શકતું ન હોય તેમ
એ ડાઘ બોલકા બન્યા છે.
કોઈ નિર્જન વાવની પગથીએ જામેલી
લીલી શેવાળની જેમ
એ ડાઘ
એના શરીરની અંગતતામાં પ્રસરી ગયા છે.
વાવમાં કોઈ ઇચ્છાનો સિક્કો ફેંકવા જતાં પગ લપસી પડે એમ
તેના શરીરની ગુપ્તતામાં તણાઈ જાય છે
કોડભર્યાં કિશોરો.
એ સ્ત્રીની અવાવરું અંગતતા
જાણે ચાંદની રાતે દરિયામાં આવેલી ભરતી.
કંઈ કેટલાયે કિશોરોના જીવ લઈ લે
અને એ પોતે ઊભી રહે કિનારે
નિર્વસ્ત્ર, કોરીધાકોર.
એના શરીર પરના ડાઘની
બોલકી, સાંકેતિક ભાષા
– ન સજાતીય, ન વિજાતીય
બસ, આત્મીય–
આકર્ષે છે મને.
મારા પગની પાનીએ છે
લીલી શેવાળનો સુંવાળો સ્પર્શ.
અને મારી આંખોમાં છે
પ્રતિદિન વિસ્તરતા સફેદ ડાઘ.
નવનીત સમર્પણ, નવેમ્બર