અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/એષા દાદાવાળા/તારા વિનાનું મારું પહેલું ચોમાસું: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 31: Line 31:
{{HeaderNav
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/છાયા ત્રિવેદી/આ રસ્તો | આ રસ્તો]]  | કંઈ કેટલીયે કેડીઓ વિલીન થાય ત્યારે બને છે માંડ એક રસ્તો ! ]]
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/છાયા ત્રિવેદી/આ રસ્તો | આ રસ્તો]]  | કંઈ કેટલીયે કેડીઓ વિલીન થાય ત્યારે બને છે માંડ એક રસ્તો ! ]]
|next=[[]]
 
}}
}}
<br>
<br>

Latest revision as of 08:37, 30 October 2021


તારા વિનાનું મારું પહેલું ચોમાસું

એષા દાદાવાળા

બીજું તો કંઈ નહીં ખાસ
મારે તને આટલું જ કહેવાનું
તારા વિનાનું મારં પહેલું ચોમાસું...!

વરસાદી ટીપાં એમ સ્પર્શતા મને
જાણે તારી આંગળીઓનો જાદુ
ધોધમાર વરસાદ ને છત્રી જો એક
એક છત્રીમાં બેઉ કેમ માશું?
વાછટના સ્પર્શે એમ થાતું મને કે હવે આવીને અડકે છે તું...!

અંદરથી ઉકળાટ થાતો મને
ને તોય આંખેથી વરસે ના પાણી
તારા વિના આ વરસાદે પલળું
તો લાગું રાજા વિનાની કોઈ રાણી
આવી તું જાય તો ભીનાશ ઉકેલતાં એકમેકને સમજાશું...!

સૂની પથારી, બે-ચાર તમરાં ને
કાળું આકાશ બિવડાવે...
બ્હારથી રાખે મને સાવ કોરી
ને ભીતરે આખી પલળાવે
જલ્દી તું આવે એ આશાએ મેં તો ઊંધું મૂક્યું છે પવાલું...!!