કુંવરબાઈનું મામેરું/કડવું ૮: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 13: | Line 13: | ||
ધર્યાં તિલક, તુલસીની માળા, છાપાં અંગ વિરાજે રે; | ધર્યાં તિલક, તુલસીની માળા, છાપાં અંગ વિરાજે રે; | ||
‘વેવાઈનું રૂપ જુઓ, રે બાઈ! કંદર્પ સરીખો લાજે રે. કૌતુક૦{{space}} ૩ | ‘વેવાઈનું રૂપ જુઓ, રે બાઈ! કંદર્પ સરીખો લાજે <ref>કંદર્પ(કામદેવ) જેવો પણ નરસિંહના રૂપ આગળ શરમાય, ભોંઠો પડે– એવો કટાક્ષ </ref>રે. કૌતુક૦{{space}} ૩ | ||
મલ્હાર ગાશે નહાતી વેળા, વરસશે વરસાત રે; | મલ્હાર ગાશે નહાતી વેળા, વરસશે વરસાત રે; | ||
Line 19: | Line 19: | ||
સ્નાન કરી નાગર સહુ બેઠા, જેને જેશું મળતું રે; | સ્નાન કરી નાગર સહુ બેઠા, જેને જેશું મળતું રે; | ||
મહેતાજીને નાહવા કારણ જળ મેલ્યું કળકળતું રે. કૌતુક૦{{space}} ૫ | મહેતાજીને નાહવા કારણ જળ મેલ્યું કળકળતું <ref>ઊકળતું</ref>રે. કૌતુક૦{{space}} ૫ | ||
જેમ તેલ-કઢા તાતી ઉકાળી સુધન્વાને તળવા રે, | જેમ તેલ-કઢા તાતી ઉકાળી સુધન્વાને તળવા રે, | ||
Line 32: | Line 32: | ||
સ્મરણ માંડ્યું શામળિયાનું, આલાપ્યો રાગ મલ્હાર રે; | સ્મરણ માંડ્યું શામળિયાનું, આલાપ્યો રાગ મલ્હાર રે; | ||
નાગરલોક સહુ જોવા મળિયા, બોલે વ્યંગ વિચાર રે. કૌતુક૦{{space}} ૯ | નાગરલોક સહુ જોવા મળિયા, બોલે વ્યંગ વિચાર રે. કૌતુક૦{{space}} ૯ | ||
</poem> | </poem><br> | ||
Line 38: | Line 38: | ||
|previous = કડવું ૭ | |previous = કડવું ૭ | ||
|next = કડવું ૯ | |next = કડવું ૯ | ||
}} | }}<br> |
Latest revision as of 11:12, 30 October 2021
[ નાગરો દ્વારા થતી વૈષ્ણવ ભક્તની મજાક(ચેષ્ટા)ને વળ ચડાવીને ખરેખર તો કવિએ મહેતાની વિનયશીલતાનું ગૌરવ કર્યું છે.]
(રાગ ગોડી)
કૌતુક આ કળજુગનાં, વૈષ્ણવની ચેષ્ટા થાય રે;
વાંકાબોલી નાત નાગરી, સહેજે બોલે અન્યાય રે. કૌતુક૦ ૧
ભોજન કરવા મહેતાજી તેડ્યા, સાથે બહુ વેરાગી રે;
ટોળે મળી નાગરની નારી, જોઈજોઈ હસવા લાગી રે. કૌતુક૦ ૨
ધર્યાં તિલક, તુલસીની માળા, છાપાં અંગ વિરાજે રે;
‘વેવાઈનું રૂપ જુઓ, રે બાઈ! કંદર્પ સરીખો લાજે [1]રે. કૌતુક૦ ૩
મલ્હાર ગાશે નહાતી વેળા, વરસશે વરસાત રે;
પ્રસાદ કરતાં થાળ ગાશે, જમશે જાદવનાથ રે. કૌતુક૦ ૪
સ્નાન કરી નાગર સહુ બેઠા, જેને જેશું મળતું રે;
મહેતાજીને નાહવા કારણ જળ મેલ્યું કળકળતું [2]રે. કૌતુક૦ ૫
જેમ તેલ-કઢા તાતી ઉકાળી સુધન્વાને તળવા રે,
તેવું જળ વેવાણે મૂક્યું મહેતાજીને છળવા રે. કૌતુક૦ ૬
ઉષ્ણોદક દેખી મહેતાએ માગ્યું ટાઢું પાણી રે;
મર્મવચન મુખ મરડી બોલી કુંવરબાઈની જેઠાણી રેઃ કૌતુક૦ ૭
‘જો માગ્યા મેહ વરસે, મહેતાજી! તો અમ પાસે શું માગો રે?’
બાજઠે બેઠાં તાળ મગાવી, બોલ હૃદેમાં વાગ્યો રે. કૌતુક૦ ૮
સ્મરણ માંડ્યું શામળિયાનું, આલાપ્યો રાગ મલ્હાર રે;
નાગરલોક સહુ જોવા મળિયા, બોલે વ્યંગ વિચાર રે. કૌતુક૦ ૯