ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૬: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૬|}} <poem> {{Color|Blue|[ચંદ્રહાસનાં ચંપકમાલિની સાથે વિવાહ થાય...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
બીજા મંગળફેરામાં આપ્યાં કનક સહિત સપ્ત ધાતુજી; | બીજા મંગળફેરામાં આપ્યાં કનક સહિત સપ્ત ધાતુજી; | ||
એમ રાજેએ માંડ્યું દાન જ, મન રાખ્યું ત્યાં | એમ રાજેએ માંડ્યું દાન જ, મન રાખ્યું ત્યાં માતું<ref>માતું – ઉમંગમાં ઉદાર</ref>જી.{{space}} ૬ | ||
ત્રીજા મંગળના ફેરામાં આપી વસ્તુ રાજ્યાસન માંયજી; | ત્રીજા મંગળના ફેરામાં આપી વસ્તુ રાજ્યાસન માંયજી; | ||
રથ સુખપાલ ને વસ્ત્ર નાનાવિધ મન મૂકી આપ્યાં ત્યાંયજી.{{space}} ૭ | રથ સુખપાલ<ref>સુખપાલ – પાલખી</ref> ને વસ્ત્ર નાનાવિધ મન મૂકી આપ્યાં ત્યાંયજી.{{space}} ૭ | ||
ચોથો મંગળ ફેરો ફરિયાં, આપ્યું રાજ્યસનજી; | ચોથો મંગળ ફેરો ફરિયાં, આપ્યું રાજ્યસનજી; |
Revision as of 11:28, 11 November 2021
[ચંદ્રહાસનાં ચંપકમાલિની સાથે વિવાહ થાય છે. રાજા વર-વહુને આશીર્વાદ આપે છે. પછી બે કન્યા સાથે લગ્ન કરેલા ચંદ્રહાસે પ્રણામ કરવા માટે પોતાના સસરાને બોલાવ્યા. ચંદ્રહાસને રાજમહેલમાં જોઈને ધૃષ્ટબુદ્ધિ તરત જ પૂછે ચંદ્રહાસે કહ્યું કે મારા બદલે મદન પૂજા કરવા મદન ગયો છે આ સાંભળતા જ ધૃષ્ટબુદ્ધિ મૂર્છિત થઈ જાય છે.]
રાગ : સામેરી
નારદજી એમ ઊચરે : સુણ, પારથ બળવંતજી,
મરણથી ઊગર્યો રાજા, જેને માથે શ્રીભગવંતજી. ૧
હવે ચંપકમાલિની કેમ પરણી, તે કહું કથાયજી,
ચંદ્રહાસ કુંતલને મંદિર હરિ ભજતો જાયજી. ૨
પોંખી-પૂજીને ઘરમાં લીધાં, ગાલવ દેખી પ્રસન્ન થાયજી,
રાજાને કહે : ‘ઉતાવળ કીજે, લગ્નવેળા જાયજી.’ ૩
માહેરામાં ગોત્રોચ્ચાર કીધા, ચોરીમાં તેડી લાવ્યાજી;
કુંતલે કન્યાદાન દીધું; દેવ ગગને જોવા આવ્યાજી. ૪
મંગળફેરા પહેલા ફરિયાં, આપ્યા હસ્તી, મૂક્યું પાણીજી;
ગાલવ ઋષિ વખાણ કરે છે, હરખ હૈયામાં આણીજી. ૫
બીજા મંગળફેરામાં આપ્યાં કનક સહિત સપ્ત ધાતુજી;
એમ રાજેએ માંડ્યું દાન જ, મન રાખ્યું ત્યાં માતું[1]જી. ૬
ત્રીજા મંગળના ફેરામાં આપી વસ્તુ રાજ્યાસન માંયજી;
રથ સુખપાલ[2] ને વસ્ત્ર નાનાવિધ મન મૂકી આપ્યાં ત્યાંયજી. ૭
ચોથો મંગળ ફેરો ફરિયાં, આપ્યું રાજ્યસનજી;
ચંદ્રહાસને પગે પડિયા, રાયજી બોલ્યા વચનજી : ૮
‘અમો અપરાધી વનમાં જાશું; પુત્રીને છેહ ન દેશોજી;
વિષયા તો ઘણું રૂપવાન છે; રૂડું ભૂડું કાંઈ ન કહેશોજી.’ ૯
પછે કંસાર જમ્યાં વરકન્યા, હૈયે હર્ષ ન માયજી;
ચંપકમાલિની આનંદ પામી, જે પરણી ચંદ્રહાસ રાયજી. ૧૦
પછે રાજા સ્ત્રી સાથે વન ચાલ્યા, વનકૂળ અંગે ધરતાજી,
પુત્રીને શિખામણ દીધી : ‘આળસ ન સેવા કરતાંયજી.’ ૧૧
ચંદ્રહાસ વળાવી વળિયો; ચંપકમાલિનીએ આંખ ભરીજી;
ચંદ્રહાસે સાતા દીધી : ‘રેશો મા, સુંદરીજી.’ ૧૨
રાજ્યાસને કુંવર બેઠો, શાલિગ્રામ પર છત્ર ધરાયજી.
બે સ્ત્રીઓ આર્ધાંગે રહેતી, સુંદર શોભે શોભાયજી. ૧૩
આવ્યા ગાલવ ઋષિ કહેતા : ‘ચંદ્રહાસ જોગ
ચંદ્રહાસે પૂજન કીધું, સંતોષિયા ભગવાનજી. ૧૪
‘અરે ગુરુજી, કોણ એવો છે સસરાને લાવે તેડીજી?
આપણા રાજમાં જે ખાઈ ગયો છે, તે સર્વે લીજે ઝંઝોડીજી.’ ૧૫
ત્યારે ઋષિ કહે : ‘એ કાર્ય મારું,’ કહી ઉતાવળો ચાલ્યોજી;
સવારે શપ્યાથી ઊઠતાં પાપી પુરોહિત ઝાલ્યોજી. ૧૬
‘કુલિંદકુંવરને રાજ્ય આપ્યું, કુંતલ પધાર્યો વનજી;
નામું લેખું ચોખ્ખું કરવા તેડે ચંદ્રહાસ રાજનજી.’ ૧૭
સાંભળતાં હુંતાશન લાગ્યો : ‘જમાઈ જીવ્યો તે જુઓજી;
કુંવરી સાથે રાજ્ય પામ્યો, મેં મરાવ્યો નવ મૂઓજી.’ ૧૮
દંત કરડતો ને મૂછ મરડતો આવ્યો રાજસભા મોઝારજી;
ચંદ્રહાસે માન જ દીધું; કર જોડી કીધો નમસ્કરજી. ૧૯
ધુણાવી શીશ, ચઢાવી રીસ, મુખે બોલ્યો મર્મની માંહ્યજી :
‘અરે સાધુ, મોકલ્યા’તા કરવા દેવી તણી પૂજાયજી!’ ૨૦
જમાઈ કહે : ‘જ્યારે ગયાની વેળા, ત્યારે હતું લગ્નજી;
મારે સાટે મોકલ્યા છે પૂજા કરવા મદનજી.’ ૨૧
વલણ
‘મોકલ્યો મદન પૂજાને,’ એવી વાત દુષ્ટે સાંભળી રે;
ઊડી ગયું મુખ ને પામ્યો દુઃખ, મૂર્ખને મૂર્ચ્છા વળી રે. ૨૨