અભિમન્યુ આખ્યાન/કડવું ૪૪: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૪૪|}} {{Poem2Open}} {{Color|Blue|[ત્રીજે કોઠે અયોધ્યાના મહારાજા બૃહદે...") |
(No difference)
|
Revision as of 08:57, 12 November 2021
રાગ સારંગી
નાઠા કૌરવ વ્યૂહ માંહેથી, દુર્યોધન અતિ ખીજે;
કાકા સાથે કિરીટી-કુંવર, આવ્યો કોઠે ત્રીજે. ૧
‘છે કો યોદ્ધો આણે સમે, જે શત્રુને આવતો હાંકે?
બે ઘટી ખોટી કરે, કો જઈને અડકે નાકે’. ૨
ત્યારે અયોધ્યાનો મહા રાજા, બૃહદશ્વ એવું નામ;
દશ સહસ્ર યોદ્ધા સાથે ચાલ્યો, રાયને કરી પ્રણામ. ૩
બીજા યોદ્ધા સહુ રથ ઉપર, પોતે હાથીએ ચઢિયો;
અભિમન્યુ આવ્યો ગાજીને, તે વાઘની પેરે વઢિયો. ૪
એકે વારે સર્વ સંઘાતે, દસ સહસ્ર આયુધ છૂટે;
એકધા, દશધા, શતધા, સહસ્રધા ગણતાં ન ખૂટે. ૫
આકાશ ત્યાં આવરી લીધું, થયું અંધારું ઘોર;
અભિમન્યુને વીંટી લીધો, કરે સઘળા શોર. ૬
ત્યારે અમરાદિકે વિચાર્યું, ‘કુંવરનો થયો નાશ’;
ભીમાદિકને કર્ણે ખાળ્યા, કો નથી એની પાસ. ૭
દસ સહસ્ર બાણ અભિમન્યે મૂક્યાં, અંતર આણી રીસ;
એકે વાર અયુત યોદ્ધાનાં એણે છેદ્યાં શીશ. ૮
ગજ ઉપર બેઠો બૃહદશ્વ, એને ચોટલો ઝાલ્યો સુભટે,
ખડ્ગ-ઘાએ શીશ છેદ્યું, કૌરવ ગયા અધરવટે. ૯
ભાંગ્યું દળ કૌરવ તણું, પાર્થ-પુત્રના મારે;
કર્ણ રહ્યો ત્યારે ખસીને, વ્યૂહ કીધો તારાતારે. ૧૦
વલણ
કીધા તારાતાર કૌરવ, પાંડવ કરે કલ્લોલ રે;
અભિમન્યુ આવ્યો ચોથે કોઠે, રીસે રાતો રાતોચોળ રે. ૧૧