ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અગ્રશબ્દબીજ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અગ્રશબ્દબીજ(Leitlexicoid)'''</span> : આ સંજ્ઞા કાવ્યશાસ્ત્ર અને...") |
(No difference)
|
Revision as of 08:50, 15 November 2021
અગ્રશબ્દબીજ(Leitlexicoid) : આ સંજ્ઞા કાવ્યશાસ્ત્ર અને સંગીતના સિદ્ધાન્તમાં વપરાતી અગ્રકથાબીજ(leitmotif) જેવી સંજ્ઞા છે. પણ નિરૂપણ સિદ્ધાન્તના માળખામાં આ બે સંજ્ઞાઓ સહેતુક જુદી રાખી છે. અગ્રકથાબીજ અર્થગત રીતે સમાન્તર વાક્યોની પુનરાવૃત્તિ માટે અનામત છે; જ્યારે અગ્રશબ્દબીજ અર્થગત રીતે સમાન્તર શબ્દોને જ લાગુ પાડી શકાય છે. આ બંને સંજ્ઞાઓ કાવ્યાત્મક પુનરાવૃત્તિની મૂળભૂત સામગ્રીને વ્યક્ત કરે છે.
ચં.ટો.