ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અધિનવલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અધિનવલ/પરાનવલ(Surfiction)'''</span> : પરંપરાગત આધુનિકતાવાદી ન...") |
(No difference)
|
Revision as of 13:07, 16 November 2021
અધિનવલ/પરાનવલ(Surfiction) : પરંપરાગત આધુનિકતાવાદી નવલકથાની પ્રતિક્રિયા રૂપે આવેલો ફ્રેન્ચ નવલપ્રકાર. અધિનવલ વાચકને કોઈ સાદો સીધો આશ્વાસક સંદેશ કે ભાવાર્થ અર્પવાને બદલે તેને કળા અને જીવન વચ્ચેના સંવાદ પરત્વે દ્વિધામાં નાખે છે. અધિનવલ એ હકીકતે તો નવલ વિશેની નવલ છે. તે કથાની શક્યતાઓ તાગવા મથે છે અને એ રીતે પોતાની નિયામક પરંપરાને જ આહ્વાન આપે છે. જે. ડી. સેલંજર જેવાઓની કૃતિઓ અધિનવલના ઉદાહરણરૂપ છે.
ચં.ટો.