ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અપેક્ષાવિપર્યય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અપેક્ષાવિપર્યય (Peripeteia)'''</span> : ખાસ કરીને નાટ્યકૃતિમા...") |
(No difference)
|
Revision as of 09:42, 17 November 2021
અપેક્ષાવિપર્યય (Peripeteia) : ખાસ કરીને નાટ્યકૃતિમાં સારીમાંથી નરસી સ્થિતિમાં ઓચિંતું થતું પરિવર્તન આ સંજ્ઞા દ્વારા સૂચવાય છે. આ પરિવર્તન અસાવધપણે નાયકે કરેલા કાર્યના પરિણામરૂપ અનપેક્ષિત આવી પડતી આપત્તિ હોય છે. એરિસ્ટોટલે નાટકના સંકુલ કાર્યના બે આધાર કલ્પ્યા છે. એમાં અભિજ્ઞાન ઉપરાંત અપેક્ષાવિપર્યય છે.
પ.ના.