ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અપૌરુષેય સાહિત્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અપૌરુષેય સાહિત્ય'''</span> : વિશ્વનાથ ભટ્ટ દરેક દેશના પ...")
(No difference)

Revision as of 09:43, 17 November 2021


અપૌરુષેય સાહિત્ય : વિશ્વનાથ ભટ્ટ દરેક દેશના પ્રારંભકાળના સાહિત્યને મોટે ભાગે અપૌરુષેય સાહિત્ય તરીકે ઓળખાવે છે. આ સમયમાં કૃતિઓ કોઈ એક વ્યક્તિની નહીં પણ કુટુંબ, ગોત્ર, મંડળ, સંપ્રદાય કે લોકસમૂહની રચના હોય છે; એ રીતે એમણે ‘ઋગ્વેદસંહિતા’ને અપૌરુષેય ગણી છે. એ જ રીતે લોકગીતો કે લોકકાવ્યો પણ એક જ માનવીના હાથે નહિ પણ આખા લોકસમુદાયને હાથે લખાયેલાં હોય છે. આ કૃતિઓમાં સામુદાયિક તત્ત્વ મહત્ત્વનું છે. ચં.ટો.