ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અવિતથવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અવિતથવાદ (Verism)'''</span> : કલા અને સાહિત્યમાં ચુસ્તપણે અન...") |
(No difference)
|
Revision as of 11:39, 17 November 2021
અવિતથવાદ (Verism) : કલા અને સાહિત્યમાં ચુસ્તપણે અને સંપૂર્ણપણે વાસ્તવનું પ્રતિનિધાન થવું જોઈએ એવો આ વાદનો દૃઢ આગ્રહ છે. તેથી આ વાદ બીભત્સ, કુત્સિત અને અશ્લીલનો પણ એમાં સમાવેશ કરે છે અને જે વાસ્તવિક છે એને નિરૂપિત કરે છે. ડી. એચ. લોરેન્સ જેવાને વિવેચકો અવિતથવાદી ગણે છે.
ચં.ટો.