ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અશિષ્ટતા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અશિષ્ટતા (Vulgarism)'''</span> : ભાષાનો અશુદ્ધ, અશિષ્ટ ઉપયોગ. ‘...") |
(No difference)
|
Revision as of 11:44, 17 November 2021
અશિષ્ટતા (Vulgarism) : ભાષાનો અશુદ્ધ, અશિષ્ટ ઉપયોગ. ‘સામાન્ય પ્રજા’ એવા મૂળ લૅટિન અર્થમાંથી ઉદ્ભવેલી આ સંજ્ઞા માત્ર અશિષ્ટ કે અશ્લીલનું જ સૂચન કરતી નથી. સમજણ તથા રુચિના અભાવવાળાં વિધાનો માટે પણ આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. આ પ્રકારની ભાષાના વિનિયોગ દ્વારા લખાયેલી સામાન્ય કક્ષાની, સૌન્દર્યદૃષ્ટિના અભાવવાળી કૃતિઓમાં અશિષ્ટતાનું તત્ત્વ જોવામાં આવે છે.
ચં.ટો.