ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંતરંગ સંરચના: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અંતરંગ સંરચના (Deep Structure)'''</span> : વાક્યની અંતરંગ સંરચના...") |
(No difference)
|
Revision as of 12:22, 17 November 2021
અંતરંગ સંરચના (Deep Structure) : વાક્યની અંતરંગ સંરચના એ એના અમૂર્ત અધ :સ્થ રૂપને કહેવામાં આવે છે, જે વાક્યનો અર્થ નક્કી કરે છે. અંતરંગ સંરચના ચિત્તમાં તો વિદ્યમાન હોય છે જ, પણ ભૌતિક સંકેતમાં અનિવાર્યપણે અભિલક્ષિત થતી નથી. આધુનિક ભાષાવિજ્ઞાનનો આ મહત્ત્વનો ખ્યાલ છે. રોજર ફાવ્લર જેવા ભાષાવિજ્ઞાનીય અભિગમ ધરાવતા વિવેચકો સાહિત્યકૃતિના બે સ્તરો હોવાનું માને છે : અંતરંગ સ્તર અને બહિરંગ સ્તર.
ચં.ટો.