ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આધારગ્રન્થો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આધારગ્રન્થો (Source Books)'''</span> : સંશોધન અને વિવેચનની પ્રક...") |
(No difference)
|
Revision as of 13:16, 17 November 2021
આધારગ્રન્થો (Source Books) : સંશોધન અને વિવેચનની પ્રક્રિયામાં તથ્યમૂલક માવજત માટે આધારોનું અત્યંત મહત્ત્વનું સ્થાન છે. આ અંગે કેટલાક આધારગ્રન્થોની સહાય લેવી પડે છે. સાહિત્યક્ષેત્રે પ્રમાણભૂત આધારસામગ્રી ધરાવતી વ્યક્તિને કે પુસ્તકને પ્રાથમિક આધાર (Primary Source) કહે છે; ત્યારે પ્રાથમિક કે પ્રત્યક્ષ ન હોય તેમજ મૂળગત ન હોય એને દ્વૈતીયિક આધાર (Secondary Source) કહે છે, ઉમાશંકર જોશીસંપાદિત ‘સર્જકની આંતરકથા’માં સર્જકો વિશેનો પ્રાથમિક આધાર છે, જ્યારે આ જ સર્જકો વિશે અન્ય દ્વારા મળતાં રેખાચિત્રો તે દ્વૈતીયિક આધાર ગણાય.
ચં.ટો.