ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉદાત્ત સુખાન્તિકા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ઉદાત્ત સુખાન્તિકા (High Comedy)'''</span> : સુખાન્તિકાને વિવેચ...") |
(No difference)
|
Revision as of 12:15, 18 November 2021
ઉદાત્ત સુખાન્તિકા (High Comedy) : સુખાન્તિકાને વિવેચકો સામાન્ય રીતે ઉદાત્ત સુખાન્તિકા(High Comedy) અને અનુદાત્ત સુખાન્તિકા(Low Comedy) એમ બે પ્રકારમાં વહેંચે છે. ઉદાત્ત સુખાન્તિકા એ વધુ સૂક્ષ્મ અને સ્પષ્ટ પ્રકાર છે જેના દ્વારા જન્મતું હાસ્ય તે વિચારપ્રેરક હાસ્ય છે.
શબ્દચાતુર્યનો અર્થપૂર્ણ વિનિયોગ કરતો આ પ્રકાર વધુ મર્મયુક્ત અને બુદ્ધિગમ્ય છે જે મોલ્યેર દ્વારા શરૂ કરવામાં આવ્યો અને કોન્ગ્રીવ, બર્નાર્ડ શો આદિ નાટ્યકારોએ તેનો સુંદર વિનિયોગ કર્યો.
પ.ના.