ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉદ્દેશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ઉદ્દેશઃ'''</span> વિવેચક રમણલાલ જોશીએ ૧૯૯૦ ઑગસ્ટમાં શ...")
(No difference)

Revision as of 12:31, 18 November 2021


ઉદ્દેશઃ વિવેચક રમણલાલ જોશીએ ૧૯૯૦ ઑગસ્ટમાં શરૂ કરેલું સર્વસ્વરૂપલક્ષી સાહિત્ય સામયિક. રૂપરંગ અને સામગ્રીની ભાતમાં સંસ્કૃતિના પ્રભાવને પ્રગટ કરતા આ સામયિકની અધ્યાત્મચિંતનને વરેલી તેમજ સાંપ્રત સાહિત્યને અવલોકતી તંત્રીનોંધ નોંધનીય બની હતી. આરંભના સમયમાં એમણે પ્રકાશિત કરેલા વાર્તાઅંકો અને તંત્રીના સમકાલીન સર્જકો સાથેના ઉષ્માભર્યા સંબંધોને વ્યક્ત કરતા પત્રોનું પ્રકાશન આ સામયિકની વિશેષતા છે. સર્જનાત્મક ઉન્મેષોના પ્રકાશન સામે અભ્યાસ-વિવેચનના લેખોનું પ્રમાણ વધુ રહ્યું છે. આસ્વાદ, વિવેચનની લેખમાળાઓ, અભ્યાસલેખો, સમીક્ષાલેખો એમની મુખ્ય સામગ્રી રહી છે. રમણલાલ જોશી પછી પ્રબોધ રમણલાલ જોશીએ આ સામયિકનો કાર્યભાર હાથમાં લઈને એમાં મુદ્રણ અને સામગ્રી એમ ઉભય દૃષ્ટિએ ફેરફાર કરી પ્રથમ પંક્તિના સામયિક લેખે એનું ઘડતર કર્યું હતું. આ સમય દરમ્યાન ‘ઉદ્દેશ’માં સર્વસ્વરૂપને સમાવતાં લખાણો ઉપરાંત ધર્મ, તત્ત્વજ્ઞાન અને પ્રકૃતિ જેવા અન્ય વિષયનાં લખાણો પ્રગટ થતાં રહેતાં હતાં. ‘ઉદ્દેશ’ને ન વાંચવું હોય તો એનું લવાજમ પરત આપવાની પ્રબોધ જોશીએ જાહેરાત કરેલી જે સામયિકના સંદર્ભમાં નવી હતી. તંત્રી પ્રબોધ જોશીનું અવસાન થતાં ‘ઉદ્દેશ’ સને ૨૦૧૩માં બંધ પડ્યું. કિ. વ્યા.