ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કવિસ્વાતંત્ર્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''કવિસ્વાતંત્ર્ય (Poetic Licence)''' </span>: કલાકૃતિમાં ભાષા, વ્યા...") |
(No difference)
|
Revision as of 11:21, 20 November 2021
કવિસ્વાતંત્ર્ય (Poetic Licence) : કલાકૃતિમાં ભાષા, વ્યાકરણ તથા વસ્તુના થતા વિનિયોગ સંદર્ભે સર્જકને પ્રદાન થતી સ્વતંત્રતા. કલાત્મક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કૃતિની ભાષા, વ્યાકરણ, વસ્તુ વગેરે પાસાંઓનો સામાન્યત : અસ્વીકૃત પદ્ધતિએ વિનિયોગ કરવાનું આ વલણ અને તે માટે સર્જકને અપાતી છૂટછાટ સાહિત્યસર્જનનાં પરંપરાગત લક્ષણો છે. સ્થલદોષ, કાલ-દોષનો કવિ-સ્વાતંત્ર્યના આ સિદ્ધાન્ત મુજબ સ્વીકાર કરવામાં આવે છે.
ચં.ટો.