ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કસબ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''કસબ (Artifice)''' : કલાકૃતિના સર્જનમાં ઊર્મિ, કલ્પના, નિષ્...") |
(No difference)
|
Revision as of 11:22, 20 November 2021
કસબ (Artifice) : કલાકૃતિના સર્જનમાં ઊર્મિ, કલ્પના, નિષ્ઠા વગેરે ઉપરાંત કૃતિના સ્વરૂપ સંદર્ભે કે ભાષાશૈલી સંદર્ભે ‘કસબ’ એ એક મહત્ત્વનું લક્ષણ છે જે મુખ્યત્વે કૃતિના સમગ્ર સ્વરૂપને સુશ્લિષ્ટ બનાવવામાં ભાગ ભજવી શકે. કસબનો વધુ પડતો ઉપયોગ કૃતિના ઊર્મિલક્ષી, વસ્તુગત પરિબળોના અસરકારક વિનિયોગમાં બાધક પણ નીવડી શકે.
પ.ના.