ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાબુકી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કાબુકી (Kabuki)'''</span> : જાપાનના પ્રચલિત નાટ્યનો એક...") |
(No difference)
|
Revision as of 11:45, 20 November 2021
કાબુકી (Kabuki) : જાપાનના પ્રચલિત નાટ્યનો એક પ્રકાર. સત્તરમી સદીમાં અસ્તિત્વમાં આવેલો આ નાટ્યપ્રકાર અન્ય જાપાનીઝ નાટ્યપ્રકાર ‘નો’ (NOH) સાથે કેટલુંક સામ્ય ધરાવે છે. કાબુકીના પ્રયોગમાં પુરુષ-નટો જ સ્ત્રીપાત્રો ભજવે છે, પરંતુ ‘નો’ (NOH)ની માફક કલાકારો મહોરાં પહેરતાં નથી. કાબુકીના ત્રણ પ્રકારો છે : ઐતિહાસિક (Jidaimono), સામાજિક (Sewamono) અને નૃત્ય-કાબુકી (Shosagoto). પ.ના.