ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કૂચગીતો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''કૂચગીતો''' </span>: કૂચ કરતાં કરતાં ગાવાનાં ગીતો. ભારતન...")
(No difference)

Revision as of 11:27, 22 November 2021


કૂચગીતો : કૂચ કરતાં કરતાં ગાવાનાં ગીતો. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ વખતે પ્રજામાનસને પાનો ચડાવતાં આ ગીતોમાં શાસકવ્યવસ્થા પ્રતિ અસહકારના અને અહિંસક ક્રાંતિના ભાવો નિરૂપાયા છે. સ્વદેશપ્રેમને, સ્વાર્પણને તેમજ શહીદીની ભાવનાને પણ પ્રેરવામાં આવી છે. ક્યારેક સ્વતંત્ર દેશમાં પણ શત્રુના આક્રમણ વખતે આ પ્રકારનાં ગીતો ઉત્સાહને ટકાવી રાખે છે. મેઘાણીનું ‘આગે કદમ’ કે ત્રિભુવન વ્યાસનું ‘નહિ નમશે, નહિ નમશે નિશાન ભૂમિ ભારતનું’ જેવાં ગીત આ વર્ગનાં છે. ચં.ટો.