ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુરુપરંપરા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ગુરુપરંપરા'''</span>: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃ...") |
(No difference)
|
Revision as of 12:45, 24 November 2021
ગુરુપરંપરા: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓના કર્તા દ્વારા કવિ તથા કૃતિના પરિચયરૂપ કળશમાં જન્મ-સંવત, જન્મસ્થળ, ક્વચિત્ માતા-પિતાનાં નામ, પોતાનાં ગણિ, ઉપાધ્યાય અને આચાર્ય જેવાં પદ તથા ગચ્છ અને ગુરુપરંપરા વગેરે ચરિત્રાત્મક માહિતી મૂકવાની પ્રણાલિ હતી. ગુરુપરંપરા અંતર્ગત પાંચ-સાત પૂર્વગુરુઓનાં નામ-પદનો નિર્દેશ કરવામાં આવતો. કળશમાંની સૂચિત સામગ્રી પૈકી ગુરુપરંપરાના ગચ્છાનુસારી સંચયને ગુર્વાવલી/પટ્ટાવલી કહેવામાં આવે છે.
ર.ર.દ.