સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/કામથી કામ!: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} બધાકહેછેકેઅંગ્રેજોનીબુદ્ધિવ્યવહારુછે. પણખરીવ્યવહારુ...") |
(No difference)
|
Revision as of 09:55, 8 June 2021
બધાકહેછેકેઅંગ્રેજોનીબુદ્ધિવ્યવહારુછે. પણખરીવ્યવહારુબુદ્ધિતોઆપણીછે. “કામથીકામ. આપણેબીજીપંચાતશી?” આપણેકપડાંજોઈએછે? તેસોંઘાંપડે, સારાંદેખાય, આબરૂવધે, મેલખાયનેબહુધોવાંનપડેતેવાંકપડાંલઈલેવાં. તેથીદેશનેફાયદોથાયછેકેકેમ, તેનુંઆપણેશુંકામ?... વિવાહકરવોછે? તોબસ, છોકરાંનેપરણાવીલેવાં. તેથીબંનેનેબનશે, છોકરાંસુખીથશે, એવોવિચારકરવાનુંશુંકામ?... પૈસાકમાવાછે? તોબસ, જ્યાંપૈસામળતાહોયત્યાંજવું. તેથીપોતાનાસ્વમાનનુંશુંથાયછે, દેશનુંશુંથાયછે, તેનુંઆપણેશુંકામ?... ધર્મકરવોછે? તોપછીમંદિરેજવું, ધર્મઢોંગીને—ગમેતેવાને—પૈસાઆપવાઅનેસ્વર્ગકેવૈકુંઠમાંચડીજવું! તેપૈસાનુંશુંથાયછે, તેથીકેટલાંકેટલાંપાપથાયછે, દેશનાગરીબોનેકંઈઆપવુંકેનહિ, તેવિચારકરવાનુંઆપણેશુંકામ? વેપારકરવો, પ્રામાણિકપણેરહેવું, એબધાપૈસાકમાવાનારસ્તાહશે; પણખરોરસ્તોતોબેદિવસસટ્ટોકરીનેએકદમપૈસાદારથઈજવુંએજછે. સત્યબોલવું, સર્વનેસરખાગણવા, દયારાખવી, એબધુંસ્વર્ગમેળવવાનારસ્તાહશે—આપણેશામાટેકોઈનેખોટોકહીએ? પણમંદિરમાંપાંચહજારએકદમઆપીદેવાકેએકવારલાખ્ખોખરચીનેઅઠ્ઠાઈકરીનાખવી, કેમોટોયજ્ઞકરવો—એરીતેસ્વર્ગમાંકોઈપછવાડેનીબારીછેત્યાંથીપેસીજવાયછે. આમહાત્માજીઆખાદેશનીવાતોકરેછે, ઢેડનેઅડવાનુંકહેછે, અનેપોતાનાઆત્માનાકલ્યાણમાટેકશુંકરતાનથી, તેએનીચેરહીજશેઅનેએકાદવિષ્ણુયાગકરનારસીધોસ્વર્ગનીબારીએથીઅંદરજશે. દેશનુંઅનેઢેડનુંઆપણેશુંકામ? આપણેઆપણીમેળેમોક્ષજમેળવોને! કામથીકામ! [‘સ્વૈરવિહાર’ (ભાગ૧) પુસ્તક: ૧૯૩૧]