ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગ્રન્થસૂચિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગ્રન્થસૂચિ(Bibliography)'''</span>: આ સંજ્ઞા તેના મૂળ ગ્રી...")
 
No edit summary
 
Line 9: Line 9:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ગ્રન્થસાહેબ
|next = ગ્રન્થાવલોકન
}}

Latest revision as of 11:03, 25 November 2021



ગ્રન્થસૂચિ(Bibliography): આ સંજ્ઞા તેના મૂળ ગ્રીક અર્થમાં પુસ્તક-લેખન(book-writing)ના અર્થમાં સત્તરમી સદીના અંત સુધી પ્રયોજાતી હતી. અઢારમી સદીથી આ સંજ્ઞા તેના આધુનિક અર્થમાં નિશ્ચિત વિષય કે સમયગાળાના, ચોક્કસ લેખક કે કોઈ એક શાસ્ત્ર અંગેના ગ્રન્થોની – તેના રચનાકાળ, આવૃત્તિ, મુદ્રણ, પ્રકાશન, કર્તાસહિતની પદ્ધતિસરની માહિતીવાળી – સૂચિના અર્થમાં પ્રયોજવામાં આવે છે. ગ્રન્થસૂચિ બે પ્રકારે તૈયાર થાય છે: ૧. માહિતીલક્ષી ગ્રન્થસૂચિ. ૨. મૂલ્યાંકનલક્ષી ગ્રન્થસૂચિ. પ્રથમ પ્રકારની સૂચિમાં ગ્રન્થ વિશેની ઉપલબ્ધ માહિતી પ્રાપ્ત થાય છે, બીજા પ્રકારની સૂચિ જે – તે પુસ્તકોની ગુણવત્તા નક્કી કરવામાં મદદરૂપ થાય છે. પ.ના.