ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચાબખા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચાબખા'''</span> : ભોજા ભગતે પ્રયોજેલો મધ્યકાલીન પદપ્રક...") |
(No difference)
|
Revision as of 13:00, 25 November 2021
ચાબખા : ભોજા ભગતે પ્રયોજેલો મધ્યકાલીન પદપ્રકાર. ચાબખો એટલે ચાબુક, તળપદ પણ સણસણતી, તીખી ભાષામાં, સચોટ દૃષ્ટાંતો દ્વારા સંસારની અસારતા અને ભગવદ્ભક્તિનો આશ્રય ચીંધતાં બોધવચનોએ સહૃદય શ્રોતાને મર્માહત કર્યા તેથી આ પદપ્રકાર ચાબખા તરીકે પ્રચલિત થયો. ચાબખામાં મોટે ભાગે ચાર-છ કડીઓ હોય છે. અને તે પ્રાસયુક્ત ટેકપંક્તિઓ પછી અંતરાઓમાં વિસ્તરતું કાવ્યરૂપ છે.
ર.ર.દ.