ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તદ્દગુણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''તદ્ગુણ'''</span> : ઉજ્જ્વળ ગુણના સંપર્કથી જ્યારે કોઈ વસ...")
(No difference)

Revision as of 04:30, 26 November 2021


તદ્ગુણ : ઉજ્જ્વળ ગુણના સંપર્કથી જ્યારે કોઈ વસ્તુ પોતાનો મૂળ ગુણ છોડીને એ ઉજ્જ્વળ ગુણને ધારણ કરે છે ત્યારે તદ્ગુણ અલંકાર બને છે. જેમકે ‘સૂર્યના અશ્વો અરુણના સંપર્કથી પોતાના મૂળ રંગનો ત્યાગ કરીને લાલ વર્ણના બન્યા બાદ, નીલ કાંતિવાળાં રત્નોની કાંતિના સંપર્કથી એ લાલ વર્ણનો ત્યાગ કરીને ફરીથી પોતાના (મૂળ) નીલ વર્ણને મેળવે છે.’ જ.દ.