ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તંત્રીલેખ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''તંત્રીલેખ'''</span> : રોજિંદા પ્રજાજીવનને સ્પર્શતી રા...") |
(No difference)
|
Revision as of 05:47, 26 November 2021
તંત્રીલેખ : રોજિંદા પ્રજાજીવનને સ્પર્શતી રાજકીય, આર્થિક, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક જેવાં વિવિધ ક્ષેત્રની ધ્યાનાકર્ષક ઘટનાનું માહિતીસભર, સચોટ તથા સર્વભોગ્ય બયાન તેમજ તેની સર્વપક્ષીય મીમાંસા કરતું અખબારી લખાણ. તંત્રીલેખ દ્વારા, નિરૂપીત ઘટનાના રાષ્ટ્ર-જગતવ્યાપી રચનાત્મક/ ખંડનાત્મક પ્રભાવ, તેનાં દૂરગામી પરિણામો તેમજ માનવસંસ્કૃતિ-સભ્યતા સંદર્ભે થનારા ઊહાપોહની તલસ્પર્શી છણાવટ થાય તે અપેક્ષિત છે. વર્ણ્યવિષયને હસ્તામલકવત્ કરી આપવાની તંત્રીલેખની નેમ હોવી જોઈએ. એ માટે લોકભોગ્યભાષા અને માહિતી-સામગ્રી વિષયક અદ્યતનતા એ તંત્રીલેખના અનિવાર્ય પ્રમુખ લક્ષણો ગણાયાં છે.
ર.ર.દ.