ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તિલસ્માતી વાસ્તવવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''તિલસ્માતી વાસ્તવવાદ (Magic Realism)'''</span> : વસ્તુલક્ષી વાસ્...") |
(No difference)
|
Revision as of 05:57, 26 November 2021
તિલસ્માતી વાસ્તવવાદ (Magic Realism) : વસ્તુલક્ષી વાસ્તવિક્તાના પ્રમાણિત કાકુ સાથે કરેલા નિરૂપણમાં તરંગી અને કપોલકલ્પિત ઘટનાઓને આમેજ કરીને ચાલતી આધુનિક નવલકથાઓને આ સંજ્ઞા સ્પર્શે છે. ૧૯૫૦ પછીની કેટલીક જર્મન નવલકથાઓને લક્ષ્ય કરીને આ સંજ્ઞા પહેલાં ઉપયોગમાં લેવાયેલી પણ હવે મધ્ય અને દક્ષિણ અમેરિકાના મિગલ એન્જલ અસ્તૂર્યાસ, માર્ક્વિઝ ગેબ્રિયલ ગાર્સિયા જેવા નોંધપાત્ર અને અગ્રણી નવલકથાકારો માટે પણ યોજવામાં આવે છે. વિવિધ સંસ્કૃતિની સાહિત્યકૃતિઓને આ સંજ્ઞા લાગુ પાડવામાં આવે છે. એમાં આધુનિક નવલકથાની વાસ્તવિકતાની સીમાઓને અતિક્રમી જવાનુ અને સાંપ્રત સામાજિક સંગતિને દૃઢપણે જાળવીને પ્રાણીકથા પરીકથા જેવી સામગ્રીને આમેજ કરવાનું વલણ સ્પષ્ટ જોઈ શકાય છે.
જ.ગા.